Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

સારાને વધુ એક ફિલ્મની ઓફર

આનંદ એલ. રાયએ ૨૦૧૩માં સાઉથના સુપરસ્ટાર ધનુષને લઇને રાંઝણા ફિલ્મ બનાવી હતી. અભિનય અને જબરદસ્ત ડાયલોગ ડિલીવરીથી ધનુષે દર્શકોના દિલ જીતા લીધા હતાં. હવે ફરીથી ધનુષ આનંદ એલ. રાયની એક ફિલ્મ કરી રહ્યો છે. ધનુષના સાઉથમાં અસંખ્ય ચાહકો છે, તો તેની હિન્દી ડબીંગ ફિલ્મના બોલીવૂડમાં પણ અનેક ચાહકો છે. ધનુષ આનંદની એક ફિલ્મ કરી રહ્યો છે જેમાં તેની સાથે રિતીક રોશન અને સારા અલી ખાન પણ મુખ્ય રોલ નિભાવે તેવી શકયતા છે. આનંદ એલ. રાયની ઇચ્છા ધનુષ સાથે આ બંને કલાકારોને ેલેવાની છે. રિતીકને આ ફિલ્મ ઓફર કરવામાં આવી છે, જો કે તેણે હજુ કોન્ટ્રાકટ સાઇન નથી કર્યો. સારા પણ ગયા મહિને આનંદની ઓફિસમાં જોવા મળી હતી. સારા આનંદ સાથે ફિલ્મ કરવા ખુબ ઉત્સુક છે. સારા હાલમાં કાર્તિક આર્યન સાથે લવ આજકલ તથા વરૂણ ધવન કુલી નંબર વનની રિમેકમાં કામ કરી રહી છે.

 

(9:59 am IST)