Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ઓ માય ગોડની સિક્વલ બનાવશે અક્ષય કુમાર

મુંબઈ: બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર અત્યારે પોતાની આગામી ફિલ્મ ગોલ્ડના પ્રમોશનમાં વ્યસ્ત છે. ઉપરાંત તે કેસરી ફિલ્મમાં પણ નજરે પડવાનો છે. ત્યારે પોતાની ફિલ્મ ગોલ્ડના પ્રમોશન દરમિયાન પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેણે જણાવ્યુ કે, માય ગોડની સિક્વલ પણ બનાવાશે. માટે તે અત્યારે એક સારી સ્ક્રિપ્ટની તલાશમાં છે. અક્ષયનુ કહેવુ છે કે તે માય ગોડના બીજા ભાગ માટે ઘણા સમયથી વિચારી રહ્યો છે. અત્યાર સુધી તે માટે વાર્તા સાંભળી ચુક્યો છે, પરંતુ એકપણ વાર્તા તેને પ્રભાવિત કરી શકી નથી. ઉપરાંત તે પોતાની સુપરહિટ ફિલ્મ રાઉડી રાઠોડની પણ સિક્વલ બનાવવાનુ પ્લાનિંગ કરી રહ્યો છે. બન્ને ફિલ્મો પર હાલ સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યુ છે.

 

 

(4:08 pm IST)