Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

મારી ઈચ્છા પ્રમાણે હું ફેશન કરું છું: રણવીર સિંહ

મુંબઇ: અભિનેતા રણવીર સિંગે કહ્યું હતું કે મારી ફેશન મારી પોત્તાની ઇચ્છા મુજબની ઘડાયેલી છે. અંગે બીજા શું બોલે છે તરફ હું કદી ધ્યાન આપતો નથી. 'કારકિર્દીના આરંભે હું બીજાના અભિપ્રાયને મહત્ત્વ આપતો હતો પરંતુ કારકિર્દી સારી રીતે જામી ગઇ ત્યારબાદ હું બીજાના મંતવ્યોને અવગણતો થઇ ગયો હતો. મને ઠીક લાગે એવાં વસ્ત્રો હું પહેરું એમાં બીજાએ શા માટે ટીકા ટીપ્પણ કરવાં જોઇએ ? મારી પસંદગી મુજબનાં વસ્ત્રો હું પહેરું. આમ મારા ફેશનના વિચારો મારા પોત્તાના છે. હું બીજાના અભિપ્રાયોને હવે રીતસર અવગણું છું' એમ રણવીર સિંઘે કહ્યંુ હતું. એણે કહ્યું કે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારથી જાતજાતના અખતરા કરતો રહ્યો છું. કૉલેજમાં આવ્યા પછી પણ મારા આવા પ્રયોગો સતત ચાલુ રહ્યા હતા. અગાઉ એના ભડકદાર રંગોવાળા વસ્ત્રો અંગે જાતજાતની ટીકા થતી રહી હતી. પરંતુ ધ્યાનમાં લેતો નહોતો. એકવાર તો મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ રણવીરનાં વસ્ત્રો વિશે ટકોર કરી હતી. હાલ રણવીર સિંઘ કરણ જોહર નિર્મિત અને રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ સિમ્બા કરી રહ્યો છે. તાજેતરમાં એણે ઝોયા અખ્તરની ગલી બૉય પૂરી કરી હતી.

 

(4:06 pm IST)