Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

આગામી ફિલ્મ માટે રાજકુમાર રાવ શીખી રહ્યો છે ગુજરાતી

મુંબઇ: અભિનેતા નેશનલ એવોર્ડ વિજેતા રાજકુમાર રાવ આજકાલ ગુજરાતી ભાષા શીખી રહ્યો હોવાની માહિતી મળી હતી. ફિલ્મ સર્જક દિનેશ વીજન મેડ ઇન ચાઇના ફિલ્મની તૈયારીમાં પડયા છે ત્યારે રાજકુમાર રાવ ગુજરાતી ભાષા પરના પોતાના કાબુને ધાર કાઢી રહ્યો હતો. રાજકુમારે મિડિયા સાથેની વાતચીત દરમિયાન સમાચારને સમર્થન આપતાં કહ્યું કે વાત સાચી છે કારણ કે ફિલ્મની કથા ગુજરાત અને ચીનમાં બનનારી ઘટનાઓ પર આધારિત છે. એમાં હું ગુજરાતી વેપારીનો રોલ કરી રહ્યો છું એટલે મને ગુજરાતી શીખવાની ફરજ પડી હતી. એક સંઘર્ષશીલ ગુજરાતી વેપારી સફળ ઉદ્યોગપતિ બનવા માટે જે તકલીફો વેઠે છે એની કથા ફિલ્મમાં છે. ફિલ્મનું શૂટિંગ સપ્ટેંબરમાં શરૃ થવાનું છે. પહેલાં રાજકુમાર રાવે ગુજરાતી ભાષા પર પૂરતો કાબુ મેળવી લેવાનો છે. ફિલ્મથી મિખિલ મુસળે ડાયરેક્ટર બની રહ્યા છે. મિખિલની રોંગ સાઇડ રાજુ નામની ગુજરાતી ફિલ્મને ૨૦૧૬માં બેસ્ટ ગુજરાતી ફિચર ફિલ્મનો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.

(4:05 pm IST)