Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

મુંબઇમાં ફેશન શોમાં યામી ગૌતમ રેમ્પ વોક ઉપર ગબડી ગઇ

મુંબઈ : મંગળવારથી લેકમે ફેશન વિકનો પ્રારંભ થયો છે. ફેશન વિકના બીજા દિવસે ઉરીથી લાઇમલાઇટમાં આવેલી યામી ગૌતમ રેમ્પ વોક માટે ઉતરી હતી. જોકે સમયે દુર્ઘટનાનો ભોગ બની હતી. યામીએ ડિઝાઇનર ગૌરી અને નૈનિકા માટે રેમ્પ વોક કર્યું હતું અને તેણે ન્યૂડ રંગનું ગાઉન પહેર્યું હતું. યામી ગાઉનમાં ખૂબસુરત તો લાગી રહી હતી પણ જેવી તે રેમ્પ વોક કરવા નીકળી ત્યારે ગાઉન તેના પગમાં ભરાઈ ગયું હતું અને તે પડતા પડતા રહી ગઈ હતી. જોકે યામીએ પોતાની જાતને જાળવી લીધી હતી અને રેમ્પ વોક કર્યું હતું.

દુર્ઘટના પછી યામીએ રેમ્પ પર જાતને જાળવી અને વાતને લોકોએ બહુ પસંદ કરી હતી. યામીનો વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ બન્યો છે અને લોકો તેને બહુ પસંદ કરી રહ્યા છે.

યામી હાલમાં ફિલ્મ ઉરી જોવા મળી હતી અને તેની એક્ટિંગને લોકોએ બહુ પસંદ કરી હતી. ફિલ્મમાં યામી ગૌતમ તેમજ વિક્કી કૌશલ જોવા મળ્યા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું એવું કલેક્શન કરી રહી છેઉરીને યુપી સરકારે ટેક્સ ફ્રી જાહેર કરી છે. ફિલ્મના રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે તેમજ ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ વખાણ કર્યા છે.

(4:30 pm IST)