Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

પૈસા યે પૈસા..ગીત પર ટોટલ ધમાલના કલાકારોનો ડાન્સ

મલ્ટી સ્ટારર ફિલ્મ ટોટલ ધમાલ આગામી દિવસોમાં રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મના એક ગીત 'પૈસા યે પૈસા' પર અજય દેવગણ, માધુરી દિક્ષીત, અનિલ કપૂર, અરશદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી, જોની લિવર અને ેશા ગુપ્તા સહિતના કલાકારો ડાન્સ કરતાં જોવા મળશે. કલાકારો બ્લુ રંગના ડ્રેસમાં છે. નિર્માતાઓએ અગાઉ કહ્યું હતું કે ધમાલ સિરીઝના આ ફિલ્મમાં દર્શકોને ત્રણગણી ધમાલ જોવા મળશે. ગીત જોતાં લાગે છે કે ફિલ્મની કહાનીમાં બધો ખેલ ૫૦ કરોડ રૂપિયા માટેનો છે.  ફિલ્મનું ટ્રેલર પહેલા જ ધમાલ મચાવી ચુકયું છે અને દર્શકોને ખુબ ગમ્યું છે. ફિલ્મના પોસ્ટરમાં 'ધ વાઇલ્ડેસ્ટ એડવેન્ચર એવર' એવી ટેગ લાઇન પણ અપાઇ છે. જબરદસ્ત મનોરંજન આ ફિલ્મમાં હશે તેવો નિર્માતાઓનો દાવો છે. અનિલ કપૂર ગુજરાતી પટેલભાઇના રોલમાં છે. ૨૨ ફેબ્રુઆરીથી ફિલ્મ રિલીઝ થશે.

 

(10:34 am IST)