Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

ટીવી શોમાં આરતી ગુપ્તાની ખાસ એન્ટ્રી

ટીવી સિરીયલ બાલિકા વધુ-૨માં શિવાંગી નારંગ, રણદીપ રાય અને સમૃધ્ધ બાવા મુખ્ય ભુમિકા નિભાવી રહ્યા છે. આ શોમાં હવે આરતીગુપ્તાની એન્ટ્રી થઇ છે. આરતીને રાગિનીનો રોલ મળ્યો છે. રાગિનીની આનંદીની કોલેજમાં ભણી રહેલી મોર્ડન છોકરી છે. રાગીની આનંદીને મળતાંની સાથે જ તેને બરબાદ કરવાનો ફેસલો કરી લે છે. આનંદીની જિંદગીમાં રાગિનીની એન્ટ્રી થતાંની સાથે જ શોમાં અનેક ટ્વિસ્ટ આવવાની શરૂઆત થઇ જશે. આરતી ગુપ્તાએ બાલિકા વધુ-૨માં કામ કર્યુ એ પહેલા પિયા અલબેલા નામની સિરીયલમાં કામ કર્યુ હતું. એવી પણ ચર્ચા છે કે યે રિશ્તા કયા કહેલાતા હૈ ફેઇમ મોહસીન ખાન પણ આ સિરીયલમાં જોડાઇ શકે છે. યે રિશ્તામાં મોહસીન અને શિવાંગીની જોડીએ ખુબ ધમાલ મચાવી હતી.

(10:03 am IST)