Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

બાબા રામદેવની બાયો-સીરિયલમાં મુખ્ય ભૂમિકામાં ક્રાંતિ પ્રકાશ ઝા

મુંબઇ:  ભારતીય ક્રિકેટના ટોચના ખેલાડી મહેન્દ્ર સિંઘ ધોનીની બાયો-ફિલ્મમાં ચમકેલા અભિનેતા ક્રાન્તિ પ્રકાશ ઝાને બાબા રામદેવની બાયો-સિરિયલમાં મુખ્ય રોલ માટે પસંદ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. જીઇસીની ચેનલ ડિસ્કવરી જીત પર નજીકના ભવિષ્યમાં સ્વામી રામદેવઃ એક સંઘર્ષ નામની સિરિયલ રજૂ થવાની છે. એમાં બાબા રામદેવના જીવનની મહત્ત્વની ઘટનાઓ રજૂ કરવાની એના સર્જકોની નેમ છે. એમાં મુખ્ય રોલ માટે એમ એસ ધોની ફિલ્મમાં દેખાયેલા અભિનેતા ક્રાન્તિ પ્રકાશ ઝાને પસંદ કરવામાં આવ્યો હતો. આ માહિતી આપનારા સૂત્રોએ જણાવ્યું કે ક્રાન્તિ પ્રકાશ ચહેરે મહોરે બાબા રામદેવને મળતો આવે છે એટલું જ નહીં, એ યોગના મોટા ભાગનાં આસનો પણ સાવ આસાનીથી કરી શકે છે એટલે એ અમને બાબા રામદેવના પાત્ર માટે એકદમ ફિટ લાગ્યો હતો.

 

 

(4:39 pm IST)