Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ફિલ્મ 'સિમ્બા'માં રોહિતની અજય દેવગને લેવાની ઈચ્છા

મુંબઇ:  રોહિત શેટ્ટીએ તેની આગામી ફિલ્મમાં રણવીર સિંહને મુખ્ય પાત્રમાં લીધો છે. હવે દિગ્દર્શક પોતાના લકી અભિનેતા અજયને પણ ફિલ્મમાં લેવા માંગે છે. પરંતુ ફિલ્મ કરણ જોહરની હોવાથી અજય રાજી થશે કે નહીં તે બાબતે શંકા છે. રોહિત શેટ્ટીની ફિલ્મમાં રણવીર સિંહ એક લાંચિયા પોલીસ અધિકારીની ભૂમિકા ભજવે છે. હવે રોહિત ઇચ્છે છે કે પોલીસ અફસરને સુધારવાનું પાત્ર તેનો સહકર્મી અજય બને. જોકે  રોલ બહુ મોટો નહીં હોય. પરંતુ રોહિત અને તેની ટીમને અજય ફિલ્મ સાથે જોડાય તેવી બહુ ઇચ્છા છે. અજયને કાજોલ અથવા તો રોહિત પોતે વિશ્વાસમાં લઇને મનાવી શકે એમ છે. સહુ કોઇ જાણે છે કે, કાજોલ અને કરણ જોહરના સંબંધો વણસ્યા હતા.જોકે બન્નેએ પેચઅપ કરી લીધું હોવાની વાત છે. હવે અજય ફિલ્મમાં કામ કરવા રાજી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું.

 

 

(4:38 pm IST)