Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

પહેલા આ કામ માટે ના કહી હતી : કાજોલ

કાજોલ ફરીથી એક ફિલ્‍મમાં જોવા મળવાની છે. સલામ વેન્‍કી નામની આ ફિલ્‍મ નવમી ડિસેમ્‍બરે સિનેમાઘરોમાં આવશે.  ફિલ્‍મનું ટ્રેલર લોન્‍ચ થઇ ગયું છે જેને દર્શકોએ પસંદ કર્યુ છે. કાજલો ફિલ્‍મમાં બિમાર પુત્રની માતાનો રોલ નિભાવ્‍યો છે. વિશાલ જેઠવા કાજોલના પુત્રના રોલમાં છે. કાજોલે કહ્યું હતું કે પહેલા તો મને આ ફિલ્‍મની ઓફર થઇ ત્‍યારે મેં કામ કરવાની ના પાડી દીધી હતી. હું એવી ફિલ્‍મ કરવા નહોતી ઇચ્‍છતી જેમાં મારા બાળક સાથે કંઇ ખરાબ થાય. હું એ સહન કરી શકતી નથી. હું મારા દુશ્‍મન માટે પણ કદી આવુ ન વિચારું. પણ પછી નિર્દેશકે સ્‍ક્રિપ્‍ટ સાંભળવા કહેતાં મેં તેમ કર્યુ અને મને ખુબ જ ગમતાં રોલ માટે હા પાડી દીધી હતી. ફિલ્‍મનું નિર્દેશન રેવતીએ કર્યુ છે. અઢાર વર્ષ પછી ફરીથી તેણે આ કામ કર્યુ છે. છેલ્લે તેણે ફિર મિલેંગેનું નિર્દેશન કર્યુ હતું.  સલામ વેન્‍કીમાં કાજલ, વિશાલ સાથે રાહુલ બોઝ, પ્રકાશ રાજ પણ છે. 

(10:18 am IST)