Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

હું કોમેડિયન બનવા માંગતો હતો: વરુણ ધવન

મુંબઈ:ગોવાના પણજીમાં ૪૯મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં અભિનેતા વરુણ ધવને આપેલી ખાસ મુલાકાતમાં કહ્યું હતું કે તે કોમેડિયન બનવા માગતો હતો અને પોતાનો ખાસ શો ચલાવવા માગતો હતો. એક્ટર બનતા પહેલાં હું વિચારતો હતો કે હું કઈ નોકરી કરીશ. એક વાર તો મેં બેન્કમાં નોકરી કરવા માટે ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો. ત્યાર પછી હું ટીવી ચેનલનો માલિક બનવા માગતો હતો, જ્યાં હું સ્ટેન્ડઅપ કોમેડી કરી શકું એવી ઇચ્છા હતી. હું જિમ કેરી, રોબિન વિલિયમ, ગોવિંદા અને મહેમૂદથી ખૂબ જ પ્રભાવિત હતો. હું હંમેશાં એવું વિચારતો હતો કે તેઓ કેવી રીતે આટલી સારી કોમેડી કરી શકે છે.

(4:41 pm IST)