Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ફિલ્મ 2.0 રચ્યો નવો ઇતિહાસ: પહેલા દિવસે કરી આટલા કરોડની કમાણી...

મુંબઈ:રજનીકાંત સાઉથનાં મેગાસ્ટાર છે. તેમની ફિલ્મોની રાહ પ્રશંસકો ઘણી જ આતુરતાથી જોતા હોય છે. રજનીકાંતની ફિલ્મ ‘2.0’ રીલીઝની સાથે જ બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવવામાં સફળ રહી છે. ચેન્નાઈમાં ફિલ્મને ઘણી જ પસંદ કરવામાં આવી રહી છે. પહેલા દિવસે ફિલ્મની કમાણી જોઇએ તો ફિલ્મે ચેન્નાઈ બૉક્સ ઑફિસ પર જુના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે અને સૌથી વધુ કમાણી કરવાનો કીર્તિમાન રચ્યો છે. એન્ટરટેઇનમેન્ટ જર્નાલિસ્ટ કૌશિક એલ એમનાં જણાવ્યા પ્રમાણે ફિલ્મે ચેન્નાઈમાં પહેલા દિવસે 2.64 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ‘2.0’એ થોડાક દિવસ પહેલા રીલીઝ થયેલી ફિલ્મ ‘સરકાર’નો રેકોર્ડ તોડી દીધો છે. ‘સરકાર’ ફિલ્મે ચેન્નઈ બૉક્સ ઑફિસ પર ઑપનિંગ ડેમાં 2.37 કરોડની કમાણી કરી હતી. આ સિવાય ત્રીજા નંબરે પણ રજનીકાંતની જ ફિલ્મ છે. ચેન્નાઈમાં ‘કાલા’ની પહેલા દિવસની કમાણી 1.76 કરોડ થઈ હતી. ‘મર્સલ’ 1.52 કરોડ અને ‘વિવેગમ’ 1.21 કરડોની કમાણી કરવામાં સફળ રહી હતી. ‘2.0’ ઘણા મોટા બજેટમાં બનનારી ફિલ્મ છે. ફિલ્મનું અનુમાન એવું પણ છે કે ફિલ્મ પહેલા દિવસે 100 કરોડની કમાણી કરી શકે છે. હજુ ફિલ્મની કુલ કમાણીનાં આંકડા સામે આવ્યા નથી. આ ફિલ્મ 12થી વધુ ભાષાઓમાં રીલીઝ થઇ છે. ‘2.0’ ફિલ્મમાં પહેલીવાર અક્ષય કુમાર અને રજનીકાંત સાથે જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમારે નેગેટિવ રૉલ નિભાવ્યો છે. આ ફિલ્મ ‘રૉબોટ’ની સીક્વલ છે. ફિલ્મનું નિર્દેશન એસ શંકરે કર્યું છે. ફિલ્મનું વિઝ્યુઅલ ટ્રીટમેન્ટ કમાલનું છે.

(4:40 pm IST)