Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

દિલજીત અને કિઆરાએ અપકમિંગ ફિલ્મ 'ગુડ ન્યુઝ'નું શૂટિંગ શરૂ કર્યું

કરણ જોહરની આ ફિલ્મમાં કરીના અને અક્ષય શૂટિંગ પછીથી કરશે

મુંબઈ :દિલજીત દોસાંજ અને કિઆરા આડવાણી પેહલીવાર સાથે જોવા મળશે. કરણ જોહરની ફિલ્મ 'ગુડ ન્યુઝ'માં બંન્નેની જોડી સાથે કામ કરશે. બંને આ ફિલ્મનું શૂટિંગ શરુ કરી દીધુ છે. ફિલ્મમાં કરીના કપૂર અને અક્ષય કુમાર પણ છે. આ ફિલ્મને રાજ મેહતા ડાયરેક્ટ કરી રહ્યા છે. તેનું પહેલું શેડ્યૂલ કિઆરા અને દિલજીત સાથે શૂટ થશે.

 એવું જાણવા મળે છે કે કરીના અને અક્ષય ફિલ્મનું શૂટિંગ પછીથી કરશે. ફિલ્મની વાર્તા પેરેટિંગની આસ-પાસ ઘડવામાં આવી છે. કરીના અને અક્ષય ફિલ્મમાં વધુ વયના કપલ બન્યા છે. પેહલા કિઆરાને કાર્તિકના અપોઝિટ લેવામાં આવી હતી.

(1:56 pm IST)