Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

૧૧ જાન્યુઆરીએ ડરાવશે નરગીસ ફખરીની 'અમાવસ'

નરગીસ ફખરીને બોલ્ડ અને રોમાન્ટીક ફિલ્મોમાં જ અત્યાર સુધી જોઇ છે. હવે તે હોરર ફિલ્મમાં જોવા મળશે. રોકસ્ટાર જેવી રોમાન્ટીક અને મ્યુઝિકલ ફિલ્મ થકી કારકિર્દી શરૂ કરનાર નરગીસ ફખરીની ફિલ્મ 'અમાવસ' ૧૧મી જાન્યુઆરીએ આવીર હી છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે જે ખુબ ડરામણું છે. ફિલ્મમાં નરગીસ ફખરી સાથે સચીન જોષી હીરો છે. ફિલ્મના નામ પરથી અમાસની રાતની કહાની હોય તેવું લાગે છે.  ભુષણ પટેલ નિર્દેશીત આ ફિલ્મનું શુટીંગ લંડનમાં થયું છે. વિવાન ભટેના, નવનીત કોૈર ઢીલ્લન, મોના સિંહ અને અલી અસગર પણ મહત્વના રોલમાં છે. ભુષણે આ પહેલા પણ ૧૯૨૦-ઇવિલ રિટર્ન્સ, રાગીની એમએમએસ-૨, અલોન જેવી હોરર ફિલ્મોનું નિર્દેશન કર્યુ છે. 

 

(9:26 am IST)