Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

પ્રિયંકા ચોપરા માટે તેના સાસુઅે કહ્યુંઃ ડોટર ઇન લો નહીં ડોટર ઇન લવ

પ્રિયંકા ચોપરા આજકાલ ચોતરફ છવાયેલી છે. પ્રિયંકા અને નિકની સગાઈ થઈ ત્યારથી બંને એકબીજા સાથે સમય વીતાવતા જોવા મળે છે. વચ્ચે પ્રિયંકા અને નિક વચ્ચે પણ સારો સંબંધ બંધાઈ ગયો છે. પ્રિયંકાને એની સાસુ સાથે ઘણુ સારુ બને છે. પ્રિયંકા અને તેની થનારી સાસુનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખાસ્સો વાઈરલ થઈ રહ્યો છે જેમાં બંને વચ્ચે ખાસ બોંડિંગ જોવા મળી રહ્યું છે.

પોતાની જાતને ભાગ્યશાળી માને છેઃ

પ્રિયંકા અને તેની થનારી સાસુ ડેનિસ મિલર જોનસની તસવીર ખાસ છે. તેમાં પણ સૌથી વધુ સ્પેશિયલ પ્રિયંકાની સાસુનું કેપ્શન છે જેમાં તેણે લખ્યું છે કે પ્રિયંકા જેવી વહુ મેળવીને તે પોતાની જાતને ભાગ્યશાળી માને છે. વળી તેમણે ડોટર ઈન લોના બદલે ડોટર ઈન લવ લખ્યું છે. મતલબ તેમણે પ્રિયંકાને વહુ તરીકે નહિ પોતાની દીકરી તરીકે સ્વીકારી લીધી છે.

સગાઈમાં પણ બોંડિંગ જોવા મળ્યુંઃ

પ્રિયંકા અને તેની સાસુનુ બોન્ડિંગ સગાઈમાં પણ જોવા મળ્યું હતુ. નિકની મમ્મીએ સગાઈના દિવસે કૂર્તી પહેરી હતી જેમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી. નિકે પણ ભારતીય પોષાક પહેર્યો હતો. તેઓ પૂજા પાઠમાં પણ શામેલ થયા હતા. જોઈને કહી શકાય કે પ્રિયંકાએ નિકના પરિવારમાં ઢળવાનું શરૂ કરી દીધુ છે જ્યારે નિકનો પરિવાર પણ પ્રિયંકાના પરિવારમાં ઢળવાની કોશિશ કરી રહ્યો છે.

બ્રાઈડલ શાવરના ફોટોઝ વાઈરલઃ

પ્રિયંકા અને તેના સાસુ ઉપરાંત પ્રિયંકાના બ્રાઈડલ શાવરના ફોટોઝ પણ વાઈરલ થયા હતા. સેરેમનીમાં પ્રિયંકા કોઈ પરીથ કમ નહતી લાગતી. તેણે સફેદ રંગના ગાઉન સાથે ડાયમન્ડ નેકલેસ પહેર્યો હતો.

(5:11 pm IST)