Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

૧૦૦ કરોડમાં વેચાયા શાહરૂખની 'ઝીરો'ના ડિસ્ટ્રીબ્યૂશન રાઇટ્સ!

૨૧ ડિસેમ્બરે રિલીઝ થશે ફિલ્મ : ૨ નવેમ્બર ટ્રેલર

મુંબઇ તા. ૩૦ : બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન ફિલ્મ 'ઝીરો' આશરે દોઢ વર્ષ બાદ મોટા પડદે કમબેક કરી રહ્યો છે. 'ઝીરો'થી શાહરુખ તથા તેના ફેન્સને ખૂબ આશાઓ છે. અત્યારે ફેન્સ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે જે શાહરૂખના બર્થ-ડે એટલે કે, ૨ નવેમ્બરના રોજ રિલીઝ થવાનું છે. ટ્રેલર પહેલા જ ફેન્સને આશા છે કે, આ ફિલ્મ ફરી એકવાર શાહરૂખને ટોપ પર લઈ જશે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મના પ્રોડ્યૂસર આનંદ એલ રાયે આશા વ્યકત કરી છે કે, ફિલ્મ બોકસ ઓફિસ પર ૩૫૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકે છે.

એક અન્ય મીડિયા રિપોર્ટ અનુસાર 'ઝીરો'ના ડિસ્ટ્રીબ્યૂશન રાઈટ્સ ૧૦૦ કરોડ રૂપિયામાં વેચાયા છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મે ઓછામાં ઓછું ૧૯૦ કરોડ રૂપિયાનું કલેકશન કરવું જ પડશે. શાહરુખની છેલ્લી કેટલીક ફિલ્મો મિનિમમ ગેરેન્ટી અંતર્ગત વેચવામાં આવી હતી પણ આ વખતે એડવાન્સ બેઝિસ પર વેચવામાં આવી રહી છે. આનો મતલબ એ છે કે, જો ડિસ્ટ્રીબ્યૂટર્સને નુકસાન થાય તો તેઓ રિફંડ માટે કલેઈમ કરી શકે છે.

આ ફિલ્મ આ વર્ષે ૨૧ ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં શાહરુખ ઉપરાંત કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ મહત્વના રોલમાં છે. ઈદ નિમિત્તે આવેલા ફિલ્મના ટીઝરમાં શાહરુખની સાથે સલમાન ખાન પણ જોવા મળ્યો હતો.

(11:52 am IST)