Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

અનેક સેલિબ્રિટીઝને પાછળ રાખી જેનિફર નીકળી ગઇ આગળ

બીજી ટીવી અભિનેત્રીઓની જેમ જેનિફર વિંગેટ પણ સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહે છે. તે હાલમાં ખુબ જ ખુશ હતી. કારણ કે ઇંસ્ટાગ્રામ પર તે અનેક ભારતીય સેલિબ્રિટીઝને પાછળ રાખી બીજા નંબરે પહોંચી ગઇ હતી. ઇંસ્ટા પર તેના સાત મિલીયન ફોલોઅર્સ છે. દિવ્યાંકા ત્રિપાઠી પછી તે બીજા નંબર પર છે. દિવ્યાંકા ૮.૯ મિલીયન ફોલોઅર્સ સાથે પહેલા નંબર પર હતી. ટીવી શો ઉપરાંત સોશિયલ મિડીયામાં પણ જેનિફર જબરદસ્ત સફળતા મેળવી રહી હોવાથી તે ખુબ જ ખુશ છે. હાલમાં જેનિફર હર્ષદ ચોપડા સાથે ટીવી શો બેપનાહમાં કામ કરી રહી છે. ચાહકોને આ બંનેની ઓનસ્ક્રીન જોડી ખુબ ગમી રહી છે.

(9:46 am IST)