Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વેલકમ થ્રી બની શકે તેમ નથી

વેલકમ નામની ફિલ્મ અનિસ બાઝમીએ ૨૦૦૭માં બનાવી હતી, જે સુપરહિટ રહી હતી. એ પછી ૨૦૧૫માં વેલકમ બેક નામથી બીજી ફિલ્મ બનાવી હતી. પરંતુ એ ફિલ્મને બોકસ ઓફિસ પર ઠીકઠીક સફળતા મળી હતી. બોલીવૂડમાં એવું ચલણ છે કે સિરીઝ હિટ થતાં જ આગળની ફિલ્મની ચર્ચા થવા માંડે છે. હવે વેલકમનો ત્રીજો ભાગ બનાવવાની વાત આવતાં અનિસ બાઝમીએ કહ્યું હતું કે  હું વેલકમનો ત્રીજો ભાગ બનાવવા ઇચ્છતો નથી. આનું કારણ આપતાં તેણે કહ્યું હતું કે  અમને બીજો ભાગ બનાવવામાં પણ ખુબ તકલીફો પડી હતી. પરદા પાછળ અનેક વિવાદ ઉભા થયા હતાં. ખુબ મુશ્કેલીઓ સહન કર્યા પછી કલાકારોએ પોતાનું કામ કર્યુ હતું. ત્યારે જ નક્કી કરી લેવાયુ હતું કે વેલકમ થ્રી નહિ બને. અનિસની અન્ય ફિલ્મો આવી રહી છે તેમાં ભૂલભૂલૈયા-૨, પાગલપંતી, આંખે-૨નો સમાવેશ થાય છે.

(9:50 am IST)