Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

તિગ્માંશુ ધૂલિયાના મતે થિયેટરમાં દર્શકોની સંખ્યા ઘટી છે

મુંબઈ:ટોચના ફિલ્મ સર્જક તિગ્માંશુ ધૂલિયાએ કહ્યું હતું કે થિયેટરોમાં આવતા દર્શકોની સંખ્યા છેલ્લાં થોડાં વરસોમાં ઘટી ગઇ હતી. એટલે હવે ડિજિટલ પ્લેટફોર્મ પર કામ વધુ કરવું છે.વિશ્વના જુદી જુદી ભાષાના છ ડાયરેક્ટર્સ દ્વારા તૈયાર કરાનારી ફિલ્મ બારિશ ઔર ચોમૈં વિશે બોલતાં એમણે મિડિયાને કહ્યું હતું કે સારી સ્ક્રીપ્ટ હાથમાં આવે તો ડિજિટલ પ્લેટફોર્મ પર વધુ કામ કરવાની મારી ઇચ્છા છે.'છેલ્લાં પાંચ છ વર્ષમાં એકલા મુંબઇમાં થિયેટરોમાં આવતા દર્શકોની સંખ્યામાં આઠેક ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. મહાનગર મુંબઇની આ સ્થિતિ હોય તો નાની નાની ટેરિટરીની કેવી સ્થિતિ હશે એ વિચારી જુઓ.હવે ડિજિટલ પ્લેટફોર્મ જ ફિલ્મ સર્જકોનું ભાવિ ઘડશે. મને સારી સ્ક્રીપ્ટની કાયમ તલાશ હોય છે. સારી સ્ક્રીપ્ટ મળશે તો હું ડિજિટલ પ્લેટફોર્મ માટે શોર્ટ ફિલ્મો વધુ બનાવીશ' એમ તિગ્માંશુએ કહ્યું હતું.તેમણે કહ્યું કે હવે લોકો ઘરમાં બેસીને લેપટોપ પર ફિલ્મો જોવાનું પસંદ કરે છે. આર્થિક દ્રષ્ટિએ અને ટ્રાન્સપોર્ટની અગવ તથા ટ્રાફિક જામને  ધ્યાનમાં લેતાં એ વધુ સગવડભર્યું બની રહે છે. એ જોતાં ડિજિટલ પ્લેટફોર્મ પર જ ભાવિ અવલંબે છે.

(5:02 pm IST)