Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

ઉત્તમ ફિલ્મો કરવાની ઈચ્છા વ્યક્ત કરી કેટરીના કૈફે

મુંબઈ: હાલના તબક્કે કેટરીના કૈફ તેની ફિલ્મોની પસંદગી અત્યંત સાવધાનીપૂર્વક કરે છે. છેલ્લે સલમાન ખાન સાથે 'ટાઇગર ઝિંદા હૈ'માં જોવા મળેલી આ અભિનેત્રીની આમિર ખાન સાથેની 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' અને શાહરુખ ખાન સાથેની 'ઝીરો' આ વર્ષે રજૂ થવાની છે. તેની વર્તમાન ફિલ્મોનું કામ પૂરું થતાં જ કેટરીના રેમો ડિ'સોઝાની વરૃણ ધવન સાથેની તેની આગામી ફિલ્મનું કામ શરૃ કરી દેશે. જોકે આ સિનેમા સિવાય અન્ય કોઇ મૂવી તેના હાથમાં નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે કેટરીનાને ઘણી ઓફરો મળી રહી છે પરંતુ હવે તે ફિલ્મોની પસંદગી અત્યંત સાવધાનીપૂર્વક કરે છે. આનું કારણ જણાવતા તેઓ કહે છે કે તે બોલીવૂડની ટોચની અદાકારા છે. તેણે અગાઉ દર્શકોને સિનેમાઘરો સુધી ન ખેંચી લાવી શકે એવા યુવાન કલાકારો સાથે 'ફિતૂર','બાર બાર દેખો' અને 'જગ્ગા જાસૂસ' જેવી નિષ્ફળ ફિલ્મો કરી હતી. પણ હવે તે આવી ભૂલ કરવા નથી માગતી. જો તેને કોઇ ફિલ્મની સ્ક્રીપ્ટ બહુ ગમી જશે તો જ તે કોઇ યુવાન અભિનેતા સાથે ફિલ્મ કરશે. સૂત્રોએ ઉમેર્યું હતું કે બોલીવૂડની અન્ય અભિનેત્રીઓ પાસે હમણાં પુષ્કળ કામ છે. પરંતુ કેટરીનાને હમણાં જોખમ લેવાનું પોસાય તેમ નથી તેથી તે એક એક ડગલું સમજીવિચારીને ભરી રહી છે.

(4:16 pm IST)