Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

ગિપ્પી સાથે ગીત અને ફિલ્મ કરશે શહેનાઝ ગીલ

બિગ બોસ-૧૩ અત્યાર સુધીની બેસ્ટ અને હિટ સિઝન રહી હતી. શો પુરો થઇ ગયાને મહિનાઓ વીતી ગયા છે છતાં આ વખતના સ્પર્ધકો સિધ્ધાર્થ શુકલા, આસિમ રિયાઝ, શહનાઝ ગિલ, પારસ છાબડા, માહિરા શર્મા સહિતના ખુબ ચર્ચામાં રહે છે. આ બધા રાતોરાત સ્ટાર બની ગયા છે. આ  સિઝનમાં પંજાબી સ્ટાર્સ વધુ હતાં. પંજાબી સિંગર હિમાંશી ખુરાના અને શહનાઝ ગીલ  તેમાં સામેલ હતી. શહનાઝ તો આ સિઝનમાં મોસ્ટ એન્ટરટેનર બનીને બહાર આવી હતી. શહનાઝે લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવી લીધું છે. બિગ બોસમાંથી નીકળ્યા પછી શહેનાઝ એક પછી એક નવા પ્રોજેકટ કરી રહી છે. હવે તે પંજાબી ઇન્ડસ્ટ્રીના જાણીતા સ્ટાર ગિપ્પી ગ્રેવાલ સાથે કામ કરશે તેમ સમજાય છે. તેની સાથે એક ગીત અને એક ફિલ્મ કરવાની ઇચ્છા ખુદ ગિપ્પીએ વ્યકત કરી છે. ગિપ્પીએ બિગ બોસ વખતે બહારથી શહેનાઝનો સપોર્ટ કર્યો હતો. તેણે તેને સોૈથી વધુ મજબુત સ્પર્ધક પણ ગણાવી હતી.

(9:20 am IST)