Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

કોણ બનેગા કરોડપતિ-10ની હોસ્ટ કરશે બિગ બી

મુંબઈ: અમિતાભ બચ્ચન ફરીથી કૌન બનેગા કરોડપતિની ખુરશી પર બેસવા રાજી થઇ ગયા છે. ગેમ શોને અમિતાભે બહુ લોકપ્રિયતા અપાવી છે. હવે શોની ૧૦મી સીઝનની તૈયારી થઇ રહી છે જેમાં અમિતાભ ફરી જોવા મળશે. કહેવાય છે કે કોન બનેગા કરોડપતિની ૧૦મી સીઝન સાથે ફરી ટચૂકડા પડદે ત્રાટકવાની તૈયારી  થઇ રહી છે. અમિતાભ બચ્ચને શોને ફરી હોસ્ટ કરવાની હા પાડી છે. છેલ્લી સીઝન સૌથી નાની  અને ફક્ત ૧૦ અઠવાડિયા સુધી સીમિત હતી પરંતુ ટીઆરપી ચાર્ટ નબળો નહોતો. હવે પીઢ અભિનેતાએ આગામી સીઝન માટે પણ હામી ભણી  દીધી છે. અમિતાભે હાલમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેઓ જુલાઇ મહિનાથી શોની તૈયારી શરૃ કરવાના છે. તેમના પ્રમાણે શો માટે હજી કામ ચાલી રહ્યું છે. નવા શોને શરૃ કરવા જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે. કેબીસીની ૧૦મી સીઝન સપ્ટેમ્બર મહિનાથી શરૃ થાય તેવી શક્યતા છે. જોકે ચેનલે હજી સત્તાવાર રીતે ઘોષણા કરી નથી. કેબીસીની  ૧૦મી સીઝન ઘણા ફેરફાર સાથે આવશે એમ મનાય છે. શોએ ઘણા સ્પર્ધકોને કરોડપતિ બનાવ્યા છે.

 

 

(4:26 pm IST)