Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

યાસ્મીન કરાચીવાલાના જિમને અલવિદા કહેશે કેટરીના કૈફ

મુંબઇ: અભિનેત્રી કેટરિના કૈફે સોશ્યલ મિડિયા પર પોતે જિમને અલવિદા કરી રહી હોવાનો સંદેશોે મૂકીને પોતાના અસંખ્ય ચાહકોને થોડા સમય માટે ચોંકાવી દીધા હતા. કેટરિના પહેલેથી ફિટનેસ ફ્રીક રહી છે અને નિયમિત વર્ક આઉટ કરતી રહી છે. એટલે જિમને અલવિદા કરે છે એવા સંદેશાથી એના ફેન્સ ચોંકી ઊઠે સ્વાભાવિક હતું. જો કે ત્યારબાદ ખુદ કેટરિનાએ સ્પષ્ટતા કરી હતી કે હું છેલ્લાં દસ વર્ષથી જે જિમમાં જાઉં છું જિમ યાસ્મીન કરાચીવાલાનું છે. યાસ્મીન હવે જિમ અહીંથી અન્ય સ્થળે ખસેડી રહી છે. એેને મોટી જગ્યાની જરૃર હતી જે હવે મળી ગઇ છે એટલે જિમ હમણાં જે સ્થળે છે ત્યાંથી અન્યત્ર ખસી રહી છે એટલે મેં લખ્યું કે જિમને અર્થાત્ સ્થળને હવે અલવિદા...

(4:25 pm IST)