Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

બાહુબલી ફેમ પ્રભાસે ૬ કરોડની લેમ્બોર્ગિની કાર ખરીદી

મુંબઈઃ 'બાહુબલી' ફેમ પ્રભાસના કાર કલેકશનમાં નવી કારનો ઉમેરો થયો છે. પ્રભાસે લેમ્બોર્ગિની અવેન્ટાડોર ખરીદી છે. આ કારની કિંમત છ કરોડ રૂપિયા છે. પ્રભાસની લેમ્બોર્ગિની ઓરેન્જ રંગની છે.

પ્રભાસ રાધે શ્યામ, આદિપુરૂષમાં નામની ફિલ્મોમાં જોવા મળશે. આ ઉપરાંત પ્રભાસ ડિરેકટર નાગ અશ્વિનની ફિલ્મમાં  પણ જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ છે. આ ત્રણ ફિલ્મ ઉપરાંત પ્રભાસ તેલુગુ ફિલ્મમેકર કોરાતાલા સિવાની ફિલ્મમાં કામ કરે તેવી શકયતા છે. આ ફિલ્મનું શૂટિંગ બે વર્ષ પછી શરૂ થશે. આ બંનેએ પહેલાં તેલુગુ એકશન ડ્રામા 'મિર્ચી'માં કામ કર્યું હતું. આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી.

(3:12 pm IST)