Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

સુંદરતા હૃદયમાં હોવી જોઇએઃ મોનિકા

ટીવી અને સિનેમાને સમાજનું પ્રતિબીંબ સમજવામાં આવે છે. વાસ્તવિકતા પર આધારીત કહાનીઓને અહિ રજૂ કરાય છે. તેની અસર દર્શકોની માનસિકતા ઉપર પણ પડતી હોય છે. સમાજના રૂઢીવાદી વિચારોને પણ તે આગળ વધારી શકે છે. અભિનેત્રી મોનિકા ખન્ના કહે છે રૂપાળા અને પાતળા હોવું એ સુંદરતાની પરિભાષા છે એવું વિચારવું એ દુર્ભાગ્યપુર્ણ છે. મને આના પર વિશ્વાસ નથી. પરંતુ આપણા સમાજનું આ દુઃખદ સત્ય છે. મોનિકા સુંદરતાની પરિભાષાને એક વાકયમાં જણાવતાં કહે છે કે-જો તમે સુંદર, પાતળા અને લાંબા તથા રૂપાળા છો તો એ સાચુ નથી. સુંદરતા તમારા હૃદયમાં હોવી જોઇએ. એક વ્યકિત તરીકે તમે કેટલા સારા છો એ મહત્વનું છે. અનેક લોકોને ઓડિશનમાં સામેલ કરવામાં આવતી નથી, તેમને એવું કહેવાય છે કે તેઓ ભુમિકા માટે ફિટ નથી. આવું માત્ર મનોરંજન ઉદ્યોગમાં નહિ, બીજે પણ થતું રહે છે. માનસિકતા હવે બદલાઇ રહી છે. હવે જે શો બની રહ્યા છે તે સાચી દિશા બતાવી રહ્યા છે. મોનિકા ટીવી શો પ્રેમબંધનમાં કામ કરી રહી છે.

(10:46 am IST)