Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

કેટરીના કૈફની બહેન ઇસાબેલ બોલીવુડમાં કરશે ડેબ્યુ : સુરજ પંચોલીએ 'ટાઈમ ટુ ડાન્સ 'ફિલ્મની કરી જાહેરાત

એક્ટર સૂરજ પંચોલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઈસાબેલની એક તસવીર શેર

 

મુંબઈ ;બોલીવુડની અભિનેત્રી કેટરીના કૈફની બહેન ઈસાબેલ કેફ બોલિવૂડમાં ડેબ્યૂ કરશે જોકે ઈસાબેલના બોલિવૂડ ડેબ્યૂને લઈને પહેલાથી વાતચીત ચાલી રહી હતી. પરંતુ વખતે એક્ટર સૂરજ પંચોલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઈસાબેલની એક તસવીર શેર કરીને જાણકારી આપી છે.

  સુરજે જણાવ્યું કે ઈસાબેલ સાથે ફિલ્મટાઈમ ટૂ ડાન્સકરવા જઈ રહ્યો છે. તેણે લખ્યું કે, હવે અધિકારીક રીતે જાહેર થઈ ગયું છે દોસ્તો, મારી કો-સ્ટાર ઈસાબેલ કેફનું જોરદાર સ્વાગત કરો. અમારી ફિલ્મટાઈમ ટૂ ડાન્સમાટે તૈયાર થઈ જાવ. ઈસાબેલ સાથે કામ કરવા માટે હું ઉત્સુક છું.

જણાવી દઈએ કેટાઈમ ટૂ ડાન્સડાન્સ પર આધારિત ફિલ્મ હશ. ફિલ્મમાં તમને સૂરજ પંચોલીના ખૂબ સારા ડાન્સ મૂવ્સ જોવા મળશે. તો ઈસાબેલ વિશે પણ કહેવાય છે કે તે એક સારી ડાન્સર છે. આથી ડાન્સના શોખીને લોકોને સુરજ પંચાલી અને ઈસાબેલની ફિલ્મનો ઈંતજાર રહેશે.

ફિલ્મનું શૂટિંગ એપ્રિલથી શરૂ થવાની છે. તેમાં ઈસાબેલ લેટિન મૂળની બોલરૂમના ડાન્સરનું પાત્ર ભજવશે. હાલમાં ફિલ્મનું શિડ્યૂલ 50 દિવસનું રાખવામાં આવ્યું છે. ફિલ્મને રેમો ડિસૂજાના સહાયક રહેલા સ્ટેનલી ડિ-કોસ્ટા ડિરેક્ટ કરી રહ્યા છે. વર્ષ 2014માં ઈસાબેલે એક કોમેડી ફિલ્મમાં કામ કર્યું હતું. તેણે ન્યૂયોર્કની લી સ્ટેસબર્ગ થિયેટર અને ફિલ્મ ઈન્સ્ટીટ્યૂટમાંથી એક્ટિંગનો કોર્સ કર્યો છે

(12:20 am IST)