Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

ડિજિટલ યુગમાં દર્શકોને સિનેમા હાલ સુધી લાવવા સારી ફિલ્મોનું નિર્માણ થયું જરૂરી છે: અજય દેવગન

મુંબઈ: ફિલ્મ રેડની ભવ્ય સફળતા બાદ અજય દેવગણ પોતાની આગામી ફિલ્મોના પ્રોજેક્ટમાં વ્યસ્ત બન્યો છે. જોકે, અજય દેવગણનુ કહેવુ છે કે આજે ડિઝિટલના આ યુગમાં સારી ફિલ્મ બનાવવી મુશ્કેલ થઈ રહ્યુ છે. 
દર્શકોને થિયેટર સુધી લાવવા માટે હવે સારી ફિલ્મોનુ નિર્માણ જરુરી છે. હવે એવી ફિલ્મોનુ નિર્માણ કરવુ જોઈએ જેને માત્ર મોટા પડદે જ જોઈને તેનો ખરો અનુભવ કરી શકાય. ઈન્ટરનેટના યુગમાં દર્શકોની પાસે ઘણી બધી સારી સ્ટોરી છે જેને તેઓ ઘરે બેઠા જ જોઈ શકે છે. 
અજય દેવગણે વધુમાં જણાવ્યુ કે, ડિઝિટલનો યુગ આવી જવાથી સિનેમા હોલનો યુગ ખતમ નહીં થાય. જોકે એક વસ્તુ જરુર છે કે હવે દર્શકોને સિનેમા હોલ સુધી ખેંચવા માટે સારી ફિલ્મોનુ નિર્માણ કરવુ જરુરી બની ગયુ છે. અજય દેવગણે જણાવ્યુ કે, દર્શકોને થિયેટર સુધી ખેંચવા માટે એવી ફિલ્મોનુ નિર્માણ કરવુ પડશે જેનો અનુભવ તેમને મોબાઈલ કે લેપટોપ પર ન થાય અને તેમણે મોટા પડદા પર જ જોવી પડે. જેમકે નિર્દેશક રાજામૌલીની ફિલ્મ બાહુબલી હતી. હવે આપણે બાહુબલી જેવીા ફિલ્મોનુ નિર્માણ કરવુ પડશે. આવી ફિલ્મને તમે મોબાઈલ કે અન્ય માધ્યમ પર જોઈને ફીલ ન કરી શકો તે માટે તમારે મોટા પડદાની જ જરુર પડે.

(5:54 pm IST)