Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

'અક્ટૂબર'નુ પ્રથમ ગીત લોન્ચ

મુંબઈ: બોલીવુડ અભિનેતા વરુણ ધવને પોતાની આગામી ફિલ્મ અક્ટૂબરનુ પ્રથમ ગીત લોન્ચ કરવા માટે પોતાની આગામી ફિલ્મના શુટિંગમાંથી બ્રેક લીધો. વરુણ ધવને અક્ટૂબરનુ પ્રથમ ગીત તબ ભી તૂને લોન્ચ કર્યુ, જે એક રોમેન્ટીક ગીત છે. આ ગીતમાં ફિલ્મના બન્ને કલાકારો દર્શાવાયા છે. તનવીર ગાઝી દ્વારા લખાયેલ આ ગીતને પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાને અવાજ આપ્યો છે અને અનુપમ રાયે ગીતમાં પોતાનુ સંગીત આપ્યુ છે. ગીત ખૂબ જ ઈમોશનલ, ભાવપૂર્ણ અને મધુર છે જે તમામને ગમે તેવુ છે. મહત્વનુ છે કે વરુણ ધવન અને બનિતા સંધુની આ ફિલ્મ ૧૩ એપ્રિલે રીલીઝ થવાની છે. 

(5:53 pm IST)