Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

ફિટનેસ વર્ક માટે યામી ગૌતમે પોલ ડાન્સ સ્વીકાર્યો

મુંબઇ: અભિનેતા રિતિક રોશન સાથે કાબિલ ફિલ્મમાં અંધ યુવતીનો સરસ રોલ કરનારી અભિનેત્રી યામી ગૌતમે જેક્લીન ફરનાન્ડિલની જેમ ફિટનેસ માટેના વર્ક આઉટ તરીકે પોલ ડાન્સને સ્વીકાર્યો હોવાની માહિતી મળી હતી. જેક્લીન તો પોલ ડાન્સમાં એકસ્પર્ટ થઇ ચૂકી છે અને એના પોલ ડાન્સને સલમાન ખાનની આગામી ફિલ્મ રેસમાં એક ગીતમાં વાપરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. હવે યામી ગૌતમે પણ પોલ ડાન્સ શીખીને એનો ફિટનેસ વર્ક આઉટ તરીકે ઉપયોગ શરૃ કર્યો હોવાનું જામવા મળ્યું હતું. જિમમાં જે રીતે મલખંભ તરીકે ઓળખાતા વર્ક આઉટ કરવાની પરંપરા છે એે રીતે પોલ ડાન્સમાં એક થાંભલા પર જાતજાતના ડાન્સીંગ સ્ટેપ્સ દ્વારા વર્ક આઉટ કરવામાં આવે છે.
 

(5:53 pm IST)