Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

રાજકુમાર રાવની ફિલ્મ ઓમરઠાનું પોસ્ટર રિલીઝ

મુંબઇ: અભિનેતા રાજકુમાર રાવને પાકિસ્તાની કૂળના બ્રિટિશ આતંકવાદી તરીકે રજૂ કરતી ફિલ્મ ઓમરઠાનું એેક પોસ્ટર ગુરુવારે રિલિઝ કરાયું હતું. અત્યાર અગાઉ આ ફિલ્મનું ટ્રેલર રજૂ થયું હતું જેમાં એે બંદગી કરતો દેખાડાયો હતો. પોસ્ટરમાં એને પોલીસ વાનમાં લઇ જવાતો દેખાડાયો છે. એના ચહેરા પર કુટિલ સ્મિત છવાયેલું છે એ જોઇ શકાય છે. આ ફિલ્મ એક વાસ્તવિક આતંકવાદી અહમદ ઉમર સૈયદ શેખના જીવન પર આધારિત છે. ફિલ્મ સર્જક હંસલ મહેતાએ આ પોસ્ટર સોશ્યલ મિડિયા પર રજૂ કરતાં લખેલા સંદેશામાં જણાવાયા મુજબ આ પોસ્ટર અમારી ફિલ્મ ઓમરઠાનું છે જે આતંકવાદી અહમદ ઉમર સૈયદ શેખની વાત કરે છે... આ આતંકવાદીને પાકિસ્તાની સરકારનું પીઠબળ મળેલું હતું. રાજકુમાર રાવ એ પાત્ર ભજવે છે જેને તમે નફરત કરવા તૈયાર થઇ જશો... રાજકુમાર રાવે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે પાત્ર ભજવવા અગાઉ હું આ પાત્ર વિશે માહિતી એકઠી કરતો હતો ત્યારે મને એની ભયાનકતાનો ખ્યાલ સુદ્ધાં નહોતો. એટલે હકીકતો જાણ્યા બાદ અભિનય કરતી વખતે પણ હું વ્યથિત હતો કે મારે કેવું ભયાનક પાત્ર ભજવવાનું આવ્યું છે...!

(5:52 pm IST)