Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

ટાઇગર શ્રોફ અને દિશાની બહુચર્ચીત ફિલ્મ 'બાગી-૨' આજથી રિલીઝ

આજથી ટાઇગર શ્રોફ અને દિશા પટાનીની બહુચર્ચીત ફિલ્મ 'બાગી-૨' રિલીઝ થઇ છે. નિર્માતા સાજીદ નડિયાદવાલા, નિર્દેશક અહેમદ ખાનની આ ફિલ્મમાં સંગીત મીથુન, આર્કો પ્રાવો મુખર્જી, ગોૈરવ રોશિન, સંદિપ શિરોડકર, દર્શન કુમારનું છે.

ફિલ્મમાં ટાઇગર શ્રોફ, દિશા પટાની,  મનોજ બાજપેયી, રણદીપ હુડ્ડા, પ્રતિકની મુખ્ય ભૂમિકા છે. આ ઉપરાંત દિપક ડોબરીયાલ પણ ખાસ રોલમાં છે. જૈકલીન ફર્નાન્ડીઝ આઇટમ સોંગ એક દો તીનમાં કમર લચકાવતી દેખાશે. ફિલ્મની કહાની જોઇએ તો નેહાના બાળકનું અપહરણ થઇ જાય છે અને તે મુશિબતમાં હોય છે. તેને બાળકનો કોઇ પત્તો મળતો નથી. આવા સમયે તેને પોતાના પૂર્વ પ્રેમી રોનીની યાદ આવે છે. રોની હવે આર્મી ઓફિસર છે. નેહા તેને મળે છે અને સમગ્ર વાત જણાવે છે. રોનીને કેટલીક મહત્વની કડી મળે છે અને તે ત્યાં પહોંચી જાય છે ગોવા. જ્યાં તેનો મુકાબલો ડ્રગ માફીયાઓ સાથે થાય છે. રશિયન માફીયા અને ખૂંખાર ગુંડાઓ પણ અહિ હાજર છે. બધા સાથે ટાઇગર રોની કઇ રીતે ધમાલ મચાવે છે તે ફિલ્મમાં જોવા મળશે. જબરદસ્ત સ્ટંટ્સ, ચેજ સિકવન્સ, બોમ્બ બ્લાસ્ટ, હવાઇ હુમલા અને ખુબ જ ચોંકાવનારા એકશન દ્રશ્યો ફિલ્મમાં જોવા મળશે. આ પહેલાની બાગી ૨૦૧૬માં આવી હતી. જેમાં હિરોઇન શ્રધ્ધા કપૂર હતી. ફિલ્મના ટ્રેલરે ખુબ જ ધૂમ મચાવી હતી.

(9:54 am IST)