Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

ધીરની કોમેડી ફિલ્મમાં અજય ફરી સરદાર બનશે

એકશન અને કોમેડી જોનરમાં અલગ જ ઓળખ ઉભી કરી ચુકેલા અજય દેવગણના ખાતામાં વધુ એક કોમેડી ફિલ્મ આવી છે. તેની તાજેતરમાં રિલીઝ થયેલી રેઇડ ફિલ્મ   સફળ નિવડી છે. હવે અજય પોતાના નવા પ્રોજેકટ તરફ આગળ વધ્યો છે. તે વધુ એક કોમેડી ફિલ્મ કરવાનો છે. અગાઉ સન ઓફ સરદાર બનાવી ચુકેલા અશ્વિની ધીર કોમેડી બનાવી રહ્યા છે. આ ફિલ્મ પણ સન ઓફ સરદાર જેવી હશે. અશ્વિની ધીરે કહ્યું હતું કે આ ફિલ્મ પણ એક સરદારની ફિલ્મ હશે અને મજેદાર પરિવારની કહાની હશે. નવેમ્બર-ડિસેમ્બરમાં ફિલ્મનું શુટીંગ થશે અને છ-સાત મહિનામાં પુરૂ થઇ જશે. આ ફિલ્મ દિવાળી પર અથવા એ પછી રિલીઝ થશે. અશ્વિની સ્ટાર પ્લસના ટીવી શો હર શાખ પે ઉલ્લુ બૈઠા હે પણ બનાવી રહ્યા છે. આ શોમાં કોમેડિયન રાજીવ નિગમ મુખ્ય છે. ધીરએ ઓફિસ-ઓફિસ શોના લેખક તરીકે પણ અગાઉ કામ કર્યુ હતું.

(9:54 am IST)