Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

અભય દેઓલની ફિલ્મમા પત્રલેખા ભૂતના રોલમાં

બોલીવૂડનો દેવ-ડી ફરીથી રૂપેરી પરદે પોતાના જલવા દેખાડવા આવી રહ્યો છે. અભય દેઓલની નવી ફિલ્મ 'નાનૂ કી જાનૂ'નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. લવ સ્ટોરી આધારીત આ ફિલ્મનું નિર્દેશન ફરાજ હૈદરે કર્યુ છે. અભય સાથે આ ફિલ્મમાં પત્રલેખા પહેલી જ વખત કામ કરી રહી છે. ટ્રેલર જોતાં એવું લાગે છે કે અભય જ્યાં રહે છે તે ઘરમાં કોઇ ભૂતનીનો વસવાટ હોય તેવુ લાગે છે. તે અભયના ઘરમાં સાફ-સફાઇ પણ કરે છે. પત્રલેખા કદાચ ભૂતનીના રોલમાં હોય તેવુ લાગે છે. જો કે ભૂતનીની અદા ડરામણી ઓછી, પણ હસાવનારી હોય એવી વધુ લાગે છે. મનોરંજક કોમેડી ફિલ્મ હોય તેવું જણાય છે. અભય દેઓલ લાંબા સમય પછી આ ફિલ્મ સાથે ફરી આવ્યો છે.

(9:53 am IST)