Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

બધા જ રોલ કરવા પસંદ છેઃ જેનિફર વિંગેટ

અભિનેત્રી જેનિફર વિંગેટ ટીવી પરદાનું ખુબ જાણીતુ નામ બની ચુકી છે. પ્રારંભે તે બોલીવૂડમાં નસિબ અજમાવી ચુકી છે. અકેલે હમ અકેલે તુમ અને કુછ ના કહો જેવી ફિલ્મોમાં તે બાળ કલાકાર તરીકે હતી. એ પછી કસોટી જિંદગી કી, કહીં તો હોગા અને દિલ મિલ ગયે જેવા શો કર્યા હતાં. ૨૦૧૫માં તેણે ફરીથી બોલીવૂડમાં 'ફિર સે' નામની ફિલ્મ કરી હતી. પણ કોપીરાઇટના ઇશ્યુને કારણે તેની આ ફિલ્મ રિલીઝ જ થઇ નહોતી. હવે આ ફિલ્મને ડિઝીટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરી દેવામાં આવી છે. હાલમાં જેનિફર કલર્સના શો બેપનાહમાં કામ કરી રહી છે. આ પહેલા જેનિફર 'બેહદ'માં કામ કરી ચુકી છે. જેમાં તેનો નેગેટિવ રોલ હતો. બેપનાહમાં પોઝિટીવ રોલ છે. તે કહે છે એક કલાકાર તરીકે મને બધા રોલ કરવાની તક મળે છે એ મારા માટે ખુશીની બાબત છે.

(9:53 am IST)