Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

હું પણ પરિવર્તન ઇચ્‍છુ છું: સ્‍વાતિ

અભિનેત્રી સ્‍વાતિ શાહે ટીવી પરદે ખુબ કામ કર્યુ છે. હાલમાં તે પ્‍યાર કા પહેલા નામ રાધા મોહન શોમાં જોવા મળે છે. તે ખુશ થઇને કહે છે કે આખરે અમારા શોને દર્શકોએ સ્‍વીકાર્યો છે. દર્શકોનો પ્રતિસાદ જોઇને કામ કરવાનો ઉત્‍સાહ બેવડાઇ ગયો છે. ઘણા વર્ષોથી હું ઇન્‍ડસ્‍ટ્રી સાથે જોડાયેલી છું. આજે મને લાગે છે કે દર્શકો હવે શો અને શોના કલાકારો સાથે જોડાઇ રહ્યા છે. હવે તો નિર્માતાઓ પણ દર્શકોના મગજને સમજતાં થઇ ગયા છે. સ્‍વાતિ કહે છે ટીવી માટે આ પરિવર્તન જરૂરી હતું. કોરોનાકાળમાં પરિસ્‍થિતિ ખરાબ હતી. જો કે કેટલીક બાબતો સારી પણ બની હતી. હવે નિર્માતા દર્શકોને સારુ કન્‍ટેન્‍ટ બતાવી રહ્યા છે. જો કે એક દર્શક તરીકે હું પણ ઇચ્‍છુ છું કે ટીવીમાં પરિવર્તન આવે. આપણે દર્શકોને વાસ્‍તીક કરતાં કાલ્‍પનીક દુનિયા વધુ બતાવીએ છીએ. વર્તમાનમાં ઓટીટી પર વધારે પ્રોજેક્‍ટ બને છે. દર્શકોએ તેને સ્‍વીકાર્યુ છે કેમ કે ત્‍યાં વાસ્‍તવીકતા વધુ બતાવાય છે. સ્‍વાતિ પોતે ગુજરાતી હોવાનું ગોૈરવ અનુભવે છે.

(11:53 am IST)