Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

બીગ બોસઃ શું રાખી સાવંતના પતિની થશે બિગ-બોસમાં એન્ટ્રી ?

હવે બિગ-બોસમાં રાખી સાવંત બાદ તેનો પતિ રિતેશ પણ ઘરમાં ધડાકો કરવા આવી રહ્યો છેઃ સાથે જ જેણે રાખી સાવંતનું દિલ દુખાડ્યું છે, તેઓ દરેકથી એનો બદલો લેશે

મુંબઇ,તા. ૨૯: બોલીવુડની કોન્ટ્રોવર્સી કવીન રાખી સાવંત આજકાલ બિગ-બોસ ૧૪માં નજર આવી રહી છે. બિગ-બોસમાં આવતાની સાથે જ રાખીના પર્સનલ લાઈફથી જોડાયેલા કેટલાક સીક્રેટ ચર્ચમાં આવી ગયા છે. તે રહસ્ય છે રાખીના લગ્ન.... રાખી અત્યાર સુધી એવા દાવો કરે છે કે તે પરિણીત છે, પરંતુ આજ સુધી કોઈએ એના પતિને જોયો નથી, ન રાખી કયારેય પોતાના પતિ સાથે નજર આવી છે. બિગ બોસ હાઉસમાં પણ રાખીએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, તે પરિણીત છે, પરંતુ એનો પતિ વિદેશમાં રહે છે. આ બધા સમાચારો અને વાતો વચ્ચે રાખી સાવંતનો પતિ જેને આજ સુધી કોઈએ પણ જોયો નથી, તેઓ પોતે જ બધાની સામે આવી ગયા છે.

બિગ-બોસ ૧૪ના ઘરમાં જયારથી ચેલેન્જર્સની એન્ટ્રી થઈ છે, ત્યારથી ઘરમાં ધમાલ મચી ગઈ છે. જયાં અડધા ઘરના સભ્યો અર્શી ખાનથી હેરાન છે, ત્યાં રાખી સાવંત ઘરના સભ્યોનું જોરદાર મનોરંજન કરતી નજર આવી રહી છે. ઘરના કન્ટેસ્ટન્ટ્સ સાથે દર્શકોને પણ રાખી સાવંતનો આવો અંદાજ ઘણો પસંદ આવી રહ્યો છે. હવે રાખી બાદ તેનો પતિ રિતેશ પણ ઘરમાં ધડાકો કરવા આવી રહ્યો છે. સાથે જ જેણે રાખી સાવંતનું દિલ દુખાડ્યું છે, તેઓ દરેકથી એનો બદલો લેશે.

રિતેશે હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં બિગ-બોસના ઘરમાં જવાની પોતાની ઈચ્છા વ્યકત કરી છે. જે ઘરમાં જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં પ્રવેશી શકે છે. મેકર્સ રિતેશને ક્રિસમસના પ્રસંગે મોકલી રહ્યા હતા, પરંતુ તેની વ્યસ્તતાને કારણે તેઓ જઈ શકયા નહીં. રિતેશે વધુમાં કહ્યું કે, મેં હવે મારું તમામ કામ પૂરું કરી લીધું છે અને હું ઘરમાં પ્રવેશ કરવા માટે તૈયાર છું. જોકે અત્યાર સુધી મેકર્સે મને આ વાતની પુષ્ટિ આપી નથી.

બિગ-બોસ હાઉસમાં આવ્યા બાદ રિતેશનું લક્ષ્ય રાહુલ મહાજન રહેવાનો છે. તેમણે કહ્યું- રાહુલે મારી પત્નીને ખરાબ ગણાવી હતી. તેની પોતાની કોઈ ઓળખ નથી. તેની સામે ઘરેલુ હિંસાના બે કેસ દાખલ કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે ઘરમાં રાહુલ મહાજન અને રાખી સાવંતનો ઝઘડો થઈ ગયો હતો, ત્યાર બાદ રાહુલે તેને ખરાબ કહ્યું હતું. આ વાતથી રાખી ખૂબ જ નારાજ થઈ ગઈ હતી અને ઘણી રડી હતી. વિકાસ ગુપ્તાએ રાખી અને રાહુલનું સમાધાન કરાવ્યું છે પરંતુ રિતેશ હજી આ વાત ભૂલી શકયો નથી.

(10:00 am IST)