Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

સાઉથ સુંદરી રશ્મિકાની સિધ્ધાર્થ સાથે મુખ્ય ભુમિકા

ભારતના સોૈથી મહાત્વાકાંક્ષી ગુપ્ત અભિયાન પર આધારીત ફિલ્મ 'મિશન મજનૂ' બની રહી છે. ઉરી-ધ સર્જીકલ સ્ટ્રાઇક જેવી ફિલ્મોનું નિર્માણ કરનારા રોની સ્ક્રુવાલા હવે નિર્માતા અમર બુટાલા અને ગરિમા મહેતા સાથે મળીને આ ફિલ્મ બનાવી રહ્યા છે. ૧૯૭૦ના દસકમાં બનેલી વાસ્તવીક ઘટનાથી પ્રેરીત અને પાકિસ્તાનમાં  ભારતના સોૈથી સાહસભર્યા મિશનની આ કહાની છે. આ મિશનથી હમેંશને માટે બંને દેશ વચ્ચેના સંબંધ બદલાઇ ગયા હતાં. ફિલ્મમાં સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાના મુખ્ય ભુમિકામાં છે. શાંતનુ બાગચી દ્વારા નિર્દેશીત આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. જેમાં સિધ્ધાર્થ યંગમેન લૂકમાં જોવા મળી રહ્યો છે. તેના લાંબા વાળ, ખુલ્લા બટન સાથેનું શર્ટ અને તેના પર જેકેટ તથા બેલબોટમ પેન્ટ અને હાથમાં રિવોલ્વર છે. આ થ્રિલર ફિલ્મમાં સિધ્ધાર્થ રો એજન્ટ બન્યો છે. ફિલ્મમાં દેશભકિત અને શોૈર્યની પણ કહાની છે. રશ્મિકા સાઉથની ખુબ જાણીતી અભિનેત્રી છે. તેની આ પહેલી હિન્દી ફિલ્મ છે.

(9:58 am IST)