Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

શાહરુખ ખાન સાથે મારો સંબંધ એક ફિલ્મ પૂરતો નથી: આનંદ એલ રાય

મુંબઈ:ડાયરેક્ટર આનંદ એલ. રાય દર્શકોને નવી નવી વાર્તા આધારિત ફિલ્મો આપવામાં વિશ્વાસ રાખે છે. એટલે જીવનમાં તેઓ ‘ઝીરો’નું મહત્ત્વ સમજે છે અને પોતાની ઊણપને સ્વીકારે છે. તાજેતરમાં તેમણે કહ્યું કે, ‘ઝીરો’ ફિલ્મને કારણે શાહરુખ સાથે મારો ખાસ સંબંધ બની ગયો છે, જે ફક્ત એક ફિલ્મ પૂરતો નથી. આનંદ એલ. રાયે ‘તનુ વેડ્સ મનુ’, ‘રાંઝણા’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ જેવી હિટ ફિલ્મો આપી છે. ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ના શૂટિંગ વખતે તેમણે ‘ઝીરો’ ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો. મારે એવી ફિલ્મ બનાવવી હતી કે જેમાં ફિલ્મનો મુખ્ય કલાકાર ફિઝિકલી ચેલેન્જ્ડ હોય, પરંતુ તેને કોઈની પણ સહાનુભૂતિ રાખવાની જરૂરત ન હોય.

(5:28 pm IST)