Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ખાન ત્રિપુટી, પ્રિયંકા અને દીપિકાને પણ પાછળ છોડીને ગૂગલ સર્ચમાં નંબર વન સેલેબ્રીટી બની સની લિયોની

સનિ લિયોની અંગે ઇન્ટરનેટ પર લોકો સૌથી વધુ ખોખા ખોળાં

મુંબઈ :બોલીવૂડ સ્ટાર્સ સલમાન ખાન, પ્રિંયકા ચોપરા, દિપીકા પાદૂકોણ જેવી સેબિબ્રિટીઓને પાછળ છોડી સની લિયોની ગૂગલ સર્ચમાં નંબર વન સેલિબ્રિટી બની છે

  . પોર્ન ઈન્ડસ્ટ્રીને છોડી બોલીવૂડમાં કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી સની લિયોનીએ ફેન્સના દિલ પર જગ્યા બનાવી રાખી છે. ગૂગલ સર્ચમાં વર્ષ 2018માં સૌથી ટોપ પર આવી ગઈ છે. અામ પણ સનિ લિયોની અંગે ઇન્ટરનેટ પર લોકો સૌથી વધુ ખોખા ખોળાં કરતા હોય છે. કારણ કે સની પહેલાં પોર્ન ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી હોવાથી આ લેબલ હજું પણ તેની સાથે જોડાયેલું છે.

   2018ની સૌથી વધુ સર્ચ થતી ગૂગલ સેલિબ્રિટીમાં સની લિયોને પ્રથમ ક્રમ મેળવ્યો છે. સની લિયોનીને આ વર્ષ ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવી હતી.આ વર્ષે સની લિયોની માત્ર એક મલયાલમ ફિલ્મમાં જોવા મળી હતી પરંતુ તેની બોયોપિક કરનજીત કૌર ધ અનટોલ્ટ સ્ટોરીએ તેને આ વર્ષની સૌથી મોટી ગૂગલ સેલિબ્રિટી બનાવી દિધી.

(1:36 pm IST)