Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

આલિયા ભટ્ટનો એરપોર્ટ લુક વાયરલઃ નાઇટસૂટનો ભાવ ૧ લાખ રૂપિયા

મુંબઇ તા. ૨૯ : બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની સ્ટાઇલને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે આલિયા ભટ્ટ પોતાના નવા લૂક સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ. તેનો આ એરપોર્ટ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

એરપોર્ટ પર આલિયા ભટ્ટ નાઇટસૂટમાં જોવા મળી. આ લુકમાં તે સિમ્પલ લાગી રહી હતી. તેણે પોનીટેલની સાથે લાઇટ પિંક કલરની લિપસ્ટિક પણ લગાવી હતી. પરંતુ આ નાઇટસૂટનો ભાવ કેટલો છે તે જાણશો તો તમે દંગ રહી જશો.

આલિયા ભટ્ટે જે નાઇટસૂટ પહેર્યો હતો તેની કિંમત બે લાખ રૂપિયા છે. અને તેના હાથમાં રહેલી બેગની વાત કરીએ તો તેની કિંમત એક લાખ રૂપિયા છે. આ પહેલા પણ આલિયા ભટ્ટ પોતાના આઉટફિટના ભાવને લઇને ચર્ચામાં આવી હતી.

આલિયા ભટ્ટ પોતાની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઇને સતત ચર્ચામાં છે. કારણ કે તે આ ફિલ્મમાં રણવીર કપૂર લીડ રોલમાં છે. આ ફિલ્મમાં પહેલીવાર તેઓ બંને એકસાથે જોવા મળશે. તો આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથેના સંબંધોને લઇને પણ સતત ચર્ચામાં છે.(૨૧.૮)

(4:51 pm IST)