Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

બોલીવુડમાં જે મેળવ્યું છે તે મારા દમ પર મેળવ્યું છે: ઈશા ગુપ્તા

મુંબઈ:બોલિવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તા પોતાની કરિયરથી સંતુષ્ટ છે. તે કહે છે કે મેં જે કંઇ પણ મેળવ્યું તે મારા દમ પર મેળવ્યું. સ્વાભાવિક રીતે આ મારા માટે એવી સફળતા રહી, જેના પર મારા જેવો કોઇ પણ કલાકાર ગર્વ કરી શકે.હું મારી સફળતાને ખૂલીને એન્જોય કરી રહી છું. મને લાગે છે કે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો હવે મારા પર ભરોસો કરવા લાગ્યા છે, પરંતુ તેમ છતાં પણ હું ફિલ્મ સમજી-વિચારીને સાઇન કરું છું. પુરુષોની કઇ બાબત તેને ગમતી નથી તે અંગે વાત કરતાં તે કહે છે કે જો કોઇ મને એમ કહે કે તું આ કપડાં પહેર કે આ ન પહેર એવી વાતો મને ગમતી નથી. કંઇ પણ પહેરવું મારી પસંદ પર નિર્ભર હશે.

ઇશા કહે છે કે મને એ વાત પસંદ નથી, જ્યારે ફિલ્મમાં એવું બતાવવામાં આવે કે કોઇ છોકરી કોઇ છોકરા પાછળ તેના પૈસાના કારણે પડી છે. હું આવી કોઇ જ ભૂમિકા નહીં ભજવું. ઇશાએ છેલ્લે પ્લેનેટ ઓફ ધ એપ્સ સિરીઝની નવી ફિલ્મ જોઇ હતી. તે કહે છે કે આ ફિલ્મ જોઇને મને ખૂબ જ આનંદ આવ્યો હતો.

જો ક્યારેક કોઇ ગુલામ મળી જાય તો ઇશા તેની પાસે શું કરાવવું પસંદ કરશે આ અંગે વાત કરતાં તે કહે છે કે હું તે વ્યક્તિ સાથે આખો દિવસ મારા શરીરને મસાજ કરાવીશ, જે વ્યક્તિ મારા એક વાર કહેવા પર મારી સેવામાં હાજર રહેશે તેની સાથે હું આ જ કામ કરાવીશ.

(5:03 pm IST)