Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ફેબ્રુઆરીમાં અભિષેક કરશે કાશ્મીરમાં શુટીંગ

પાંચમી ફેબ્રુઆરી ૧૯૭૮ના રોજ જન્મેલો અભિષેક બચ્ચન બોલીવૂડમાં રેફયુજી ફિલ્મથી ૨૦૦૦ની સાલથી કામ કરી રહ્ના છે. તેણે ગુરૂ, સરકાર, સરકાર રાજ, દોસ્તાના, બોલ બચ્ચન, ધૂમ, યુવા, બંટી ઓર બબલી, કભી અલવીદા ના કહેના, પા સહિતની ફિલ્મો કરી છે. તો મલ્ટીસ્ટાર ધરાવતી સફળ ફિલ્મોનો પણ તે ભાગ બન્યો છે. જે. પી. દત્તાએ રેફયુજી ફિલ્મથી અભિષેક અને કરીના કપૂરની જાડી દર્શકો સામે મુકી હતી. બાદમાં કરીના કરતાં અભિષેક પાછળ રહી ગયો હતો.

જા કે બોલીવૂડમાં અભિષેક આજે પસંદગીના રોલ મેળવી શકે છે. આમ છતાં તેની કારકિર્દીનો ગ્રાફ આજે નીચે જણાઇ રહ્ના છે. છેલ્લે તે હેપ્પી ન્યુ યર નામની ફિલ્મમાં શાહરૂખ ખાન, દિપીકા પાદુકોણ સાથે જાવા મળ્યો હતો. હવે તેની ફિલ્મ ‘મનમર્જીયા’ બની રહી છે. ફેબ્રુઆરીથી આ ફિલ્મનું શુટીંગ કાશ્મીરમાં શરૂ થશે. બરફવર્ષાના અસલી દ્રશ્યોને નિર્માતા-નિર્દેશક કેમેરામાં કંડારવા માંગે છે.

(9:01 am IST)