Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

હું બીજાનું મનોરંજન કરી શકું એ સર્વશ્રેષ્ઠ ખુશીઃ જૈક્લીન

અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસે ફિલ્મોના પોતાના પાત્રો થકી અસંખ્ય દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. ૨૦૦૯માં અલ્લાઉદ્દીન ફિલ્મથી બોલીવૂડમાં પ્રવેશેલી આ શ્રીલંકન સુંદરી ત્યાર પછી સતત દર વર્ષે અલગ-અલગ ફિલ્મ આપી રહી છે અને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન મજબુત બનાવી રહી છે. તે સોશિયલ મિડીયા પર પણ સતત એક્ટીવ રહે છે. વારંવાર પોતાના વર્કઆઉટ અને ફોટોશૂટની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. જૈક્લીનના હોટ અંદાજથી તેના ચાહકોમાં સનસની ફેલાય જાય છે. જૈક્લીન કહે છે મારા માટે આ બાબત સર્વશ્રેષ્ઠ સરાહના છે. લોકો મારી ફિલ્મો જાવી પસંદ કરે છે એ મારા માટે સુખદ બાબત છે. હું પોતે બીજા લોકો માટે મનોરંજન કરનારી વ્યક્તિ છું એ જાણીને ખુશ છું. કોમર્શિયલ હિરોઇનની છાપ મને પસંદ છે.

(12:57 am IST)