Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

આવતા સપ્તાહે રિયાલીટી શો બિગ બોસનું ફિનાલે વિક હશે

રિયાલિટી શોની શરૂઆત ખૂબ જ ફિક્કી રહી હતી :ફાઇનલમાં ૪ સ્પર્ધકો જ રહેશે, પ્રોમોમાં થયેલી જાહેરાત સાચી છે કે પ્રેંક તે શો ઓન-એર થયા પછી જાણવા મળશે

મુંબઇ, તા. ૨૯ :આ વર્ષે ૩ ઓક્ટોબરે શરૂ થયેલા રિયાલિટી શો બિગ બોસ ૧૪ની શરૂઆત ફિક્કી રહી હતી. જે બાદ ધીમે-ધીમે ગેમ આગળ વધતી જોવા મળી હતી. આ દરમિયાન કેટલાક ટ્વિસ્ટ જોવા મળ્યા હતા. પરંતુ સૌથી મોટું ટ્વિસ્ટ હવે આવશે. શોનો હોસ્ટ સલમાન ખાન વીકેન્ડના વારમાં ઘરવાળાને કહે છે કે, બિગ બોસનો ફિનાલે વીક આવતાં અઠવાડિયા હશે.

આ વીકેન્ડના વારમાં સલમાન ખાન મોટી જાહેરાત કરશે. શોના પ્રોમોમાં સલમાન ખાન ઘરવાળાઓને પૂછે છે કે, શું તમને ખબર છે કે બિગ બોસની ફાઇનલ ક્યારે યોજાશે.  આ અંગે નિક્કી તંબોલીએ જવાબ આપ્યો કે, જાન્યુઆરી ૨૦૨૧માં. જ્યારે સલમાને કહ્યું હતું કે, બિગ બોસ ૧૪ની ફાઇનલ આવતાં વર્ષે નહીં, પરંતુ આવતાં વીકે જ યોજાશે. ફાઇનલમાં માત્ર ૪ સ્પર્ધકો જ રહેશે. પ્રોમોમાં કરવામાં આવેલી આ જાહેરાત સાચી છે કે પ્રેંક તે તો શો ઓન-એર થયા પછી જ જાણવા મળશે. હાલ ઘરના સભ્યો અને દર્શકોમાં બિગ બોસ ૧૪ની ફાઇનલને લઇને ઉત્સુકતા છે. અત્યારે ઘરમાં ૯ સભ્યો છે. જેમાં રૂબીના દિલેક, કવિતા કૌશિક, એજાઝ ખાન, રાહુલ વૈધ, નક્કી તંબોલી, જેસ્મિન ભસીન, અલી ગોની, અભિનવ શુક્લા અને પવિત્રા પુનિયા સામેલ છે. આમાં નિક્કી તંબોલી અને એજાઝ ખાનને બાદ કરતાં તમામ સભ્યો એવિક્શન માટે નોમિનેટેડ છે.

શુક્રવારના એપિસોડની વાત કરીએ તો શોમાં બિગ બોસે આપેલા વહેંચણી ટાસ્કમાં જેસ્મિનના પરિવારે ટાસ્ક જીત્યો હતો. જે બાદ કેપ્ટન અંગે કોઇ સહમતિ ન સધાતાં આ વીકમાં કોઇ પણ કેપ્ટનની પસંદગી કરવામાં આવી નથી. આ ટાસ્કના કારણે રૂબીના અને જેસ્મિનની મિત્રતામાં પણ ખટાશ જોવા મળી.

(9:42 pm IST)
  • વલસાડ: દરિયા કિનારે અલ મદદ નામની બોટ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ : પોલીસે ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ બોટ મામલે તપાસ હાથ ધરી access_time 1:08 pm IST

  • રાજકોટમાં હેર સલુનોમાં કોરોના ટેસ્ટીંગ શરૂ : કોરોના સંક્રમણ રોકવા આજથી શહેરના હેર સલુનોમાં ચેકીંગ શરૂ કરાયાનું જાણવા મળ્યુ છે access_time 3:46 pm IST

  • ઇસ્લામાબાદમાં ફ્રેન્ચ દૂતાવાસમાં આગનું છમકલું : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ફ્રેન્ચ દૂતાવાસમાં આગ લાગવાની ઘટના બંધ છે સ્થાનિક ચેનલના કહેવા મુજબ આગને તુરત જ ઠારી દેવામાં આવી હતી અને આગ કાબૂમાં આવી ગઈ છે. access_time 10:28 am IST