Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

અનિલ કપૂરની ફિલ્મનો ડાયલોગ બોલતા પાકિસ્તાની પોલીસકર્મીને કરાયો સસ્પેન્ડ

પોલીસ ડ્રેસમાં ઈન્સપેક્ટર બોલ્યો અને ભત્રીજાએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી લીધો

 

મુંબઈ ;ફિલ્મ અભિનેતા અનિલકપુરની ફિલ્મનો ડાયલોગ બોલવાને કારણે પકિસ્તાનમાં એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયો છે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા પાકપત્તન નામના એક પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર મોહમ્મદ અરશદ શાહએ પોલીસના ડ્રેસમાં ભારતીય અભિનેતા અનિલ કપૂરનો તેની ફિલ્મ શૂટઆઉટ એટ વડાલાનો એક ડાયલોગ બોલ્યો હતો.

 

  એક્સપ્રેસ ટ્રિબ્યૂનમાં પ્રકાશિત એક ખબર અનુસાર પાકિસ્તાનના પોલીસ ઈન્સપેક્ટરે અન્ય પોલીસ કર્મચારીઓની સામે પોલીસના ડ્રેસમાં અનિલ કપૂરની વર્ષ 2013માં આવેલી ફિલ્મશૂટઆઉટ એટ વડાલાનો એક ડાયલોગ બોલ્યો કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. અનિલ કપૂરના ડાયલોગના વીડિયોના કારણે પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે
. ઈન્સપેક્ટર મોહમ્મદ અશરદ શાહે વીડિયોમાં કહ્યું કેદો વક્ત કી રોટી કમાતા હું, પાંચ વક્ત કી નમાઝ પઢતા હું. આના કરતા વધારે મારી કોઈ જરૂરિયાત નથી અને મને ખરીદવાની તારી હેસિયત નથી’. અનિલ કપૂરનો ડાયલોગ બોલતી વખતે ઈન્સપેક્ટરના ભત્રીજાએ તેમનો ડાયલોગ વીડિયો બનાવી લીધો અને સોશિયલ મીડિયા એપ્પ પર વાયરલ કરી લીધો.

(1:07 am IST)