Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

નવી ઇનિંગ શરૂ કરી રહી છે રેણુકા શહાણે

બોલીવૂડ અને ટીવી પરદાની જાણીતી અભિનેત્રી રહી ચુકેલી રેણુકા શહાણે હવે ફિલ્મ નિર્દેશક બની નવી ઇનિંગ શરૂ કરી રહી છે. ૧૯૯૪માં આવેલી અને સુપરહિટ નિવડેલી ફિલ્મ હમ આપકે હૈ કોનમાં સલમાન ખાનની ભાભીનો રોલ નિભાવી ઘર-ઘરમાં જાણીતી બનેલી રેણુકા જે ફિલ્મનું નિર્દેશન કરી રહી છે તેની કહાની એક જ પરિવારની મહિલાઓની ત્રણ પેઢીની હશે. ફિલ્મ માટે કાજોલ, શબાના આઝમી અને મિથિલા પાલકરને મુખ્ય રોલ માટે પસંદ કરવામાં આવી છે. ફિલ્મનું નિર્માણ સિધ્ધાર્થ રોય કપૂર કરશે તેવી ચર્ચા છે. બાવન વર્ષિય રેણુકા છેલ્લે 'થ્રી સ્ટોરિઝ' નામની ફિલ્મમાં જોવા મળી હતી. હવે તે કેમેરા પાછળ રહીને કામ કરવાની છે. આ ફિલ્મની ઘોષણા ઝડપથી થશે અને આવતા વર્ષના મધ્યમાં શુટીંગ શરૂ થઇ જાય તેવી શકયતા છે.

(9:46 am IST)