Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

'બંટી ઔર બબલી 2'નું ગીત 'ટેટૂ વાલીયે' થયું રિલીઝ

 મુંબઈ: તાજેતરમાં જ ફિલ્મ બંટી ઔર બબલી 2 નું ટ્રેલર રિલીઝ થયું હતું. ટ્રેલર ઘણું સારું હતું અને દર્શકોને પણ ટ્રેલર ઘણું પસંદ આવ્યું હતું. હવે આવતીકાલે ફિલ્મનું પહેલું ગીત 'ટેટૂ વાલીયે' રિલીઝ થશે.યશ રાજ ફિલ્મ્સે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ગીતનું પોસ્ટર શેર કરીને આ માહિતી આપી હતી. પોસ્ટર શેર કરતાં તેણે લખ્યું, "નાચ માટે તૈયાર થઈ જાઓ. 'ટેટૂ વાલીયે' ગીત આવતીકાલે રિલીઝ થઈ રહ્યું છે." શેર કરાયેલા પોસ્ટરમાં ફિલ્મના કલાકાર સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી ડાન્સ કરતા જોવા મળે છે. પોસ્ટરમાં બંને કલાકારો ખૂબ જ હોટ લાગી રહ્યા છે.

 

 

(5:56 pm IST)