Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

અભિનેત્રી કાજોલે અલગ પ્રકારનો ડ્રેસ ફિલ્‍મફેર માટે પહેરતા તેમની ડ્રેસિંગ સેન્‍સ જોઇને ટ્રોલર્સ તૂટી પડયા

કોઇકે કહ્યું કે, આ સ્‍કુટરની સીટનું કવર કેમ પહેર્યું

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ કાજોલ પોતાના બિંદાજ અંદાજ માટે જાણિતી છે. તે લોકો સામે પોતાનું અભિપ્રાય રાખવામાં જરા પણ ખચકાતી નથી, પરંતુ ફેશનના મામલે તેમનો હાથ તોડો તંગ છે. તાજેતરમાં જ એક્ટ્રેસને ફિલ્મફેર માટે ડ્રેસઅપ થતાં જોવામાં આવ્યા અને તેમની ડ્રેસિંગ સેન્સ જોઇને ટ્રોલર્સ તૂટી પડ્યા.

ટ્રોલ થઇ કાજોલ

એક્ટ્રેસ કાજોલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ફિલ્મફેર માટે તૈયાર જોવા મળી રહી છે. તેમણે બ્લેક અને વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસનો કોલર લોકોને થોડો વિચિત્ર લાગ્યો, જોકે ટ્રોલર્સે તેમની મજાક બનાવવાનું શરૂ કરી દીધું. જોકે એક્ટ્રેસે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પોતાના આઉટફિટને કેરી કર્યો હતો.

બહેન સાથે થઇ હતી લડાઇ

આ વીડિયો પહેલાં કાજોલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે પોતાની બહેન તનીષા મુખર્જી સાથે લડતી જોવા મળી હતી. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે કેવી રીતે તનુજા બચાવ કરી રહી હતી અને બંનેને ચૂપ કરાવવાનો પ્રયત્ન કરી રહી. પરંતુ કાજોલના ચહેરાના ભાવભાવ જોઇને પ્રતીત થઇ રહ્યું છે કે તેમણે તનીષાની કોઇ વાત પસંદ આવી ન હતી.

કાજોલનું કેરિયર

'બાજીગર' ની સફળતા બાદ કાજોલે ક્યારેય પાછળ વળીને જોયું નથી અને તેમણે પોતાના કેરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. કાજોલે ભારતીય સિનેમામાં 'દિલવાલે દુલ્હનિયા લે જાયેગે' , 'કુછ કુછ હોતા હૈ', કભી ખુશી ખુશી ગમ' જેવી સુપરહિટ ફિલ્મો આપી. કાજોલ અને શાહરૂખ ખાનની જોડીને મોટા પડદા પર ખૂબ પસંદ કરવામાં આવી.

 

(4:21 pm IST)