Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ડિજીટલ પ્લેટફોર્મના સિકંદરે કર્યા વખાણ

અભિનેતા સિકંદર ખેરને પણ ડિજીટલ પ્લેટફોર્મ ખુબ ગમ્યું છે. સિકંદર ખેરે કહ્યું હતું કે ઓટીટી પ્લેટફોર્મ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લોકશાહી તરફ લઇ ગયું છે. સિકંદરે અગાઉ અનેક ફિલ્મો કરી હતી. હવે તે વધુ પ્રમાણમાં વેબ શોમાં કામ કરી રહ્યો છે. સુસ્મિતા સેન સાથેની વેબ સિરીઝ આર્યામાં તેનું કામ ખુબ વખાણાયું હતું.ં સિકંદરે કહ્યું હતું કે  ઓટીટી પ્લેટફોર્મને કારણે આપણે ઘણાં સારાં કન્ટેન્ટ જોઇ રહ્યા છીએ. આ પ્લેટફોર્મ પર કામ કરીને એકટર્સ પણ લાઇમ લાઇટમાં આવ્યા છે. મારે આ ઇન્ડસ્ટ્રીમાં એક દસકા જેટલો સમય થઇ ગયો છે. અનેક ઉતાર ચઢાવ મેં જોયા છે. 

કોરોના કાળમાં ઓટીટી પ્લેટફૉર્મના વિકાસને કારણે ફિલ્મ નિર્માતાઓને પણ એ વાતનો અહેસાસ થયો છે કે ઇન્ડિયામાં ઘણી ટેલેન્ટ છુપાયેલી છે. મને એ વાતની ખૂબ ખુશી છે. આશા રાખું છું કે સ્ટોરીની બાબતમાં અને અભિનયની બાબતમાં અહિ સતત નવું કામ વધતું રહે અને બધા પોતાની પ્રતિભા દેખાડી શકે.

(10:08 am IST)