Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

મોનીની કાતિલ અદા પર ચાહકો ફીદા

ટીવી પરદેથી ફિલ્મી પરદે પહોંચી ચુકેલી અભિનેત્રી મોની રોય પોતાની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થવાની રાહ જોઇ રહી છે. અમિતાભ બચ્ચન, નાગાર્જુન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે મોનીની પણ ખાસ ભુમિકા છે. બોલિવૂડમાં પોતાની છાપ અલગ છાપ ઉભી કરી ચુકેલી મોનીના સોશિયલ મિડીયા પર પણ અસંખ્ય ચાહકો છે. તે સોશિયલ મીડિયા પર એકિટવ રહેનારી અભિનેત્રી તરીકે પણ ઓળખાય છે. તાજેતરમાં તેણે પોતાના બોલ્ડ અવતારની તસ્વીરો પોસ્ટ કરી હતી. જે ધડાધડ વાયરલ થઇ હતી. એકદમ બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરોમાં ચાહકો મોનીના બોડી ફિગરની પ્રશંસા કરતા થાકતા નહોતાં. મૌની રોયનું એક ગીત દિલ ગલતી કર બેઠા હૈ...રિલીઝ થયું હતું. જેને લોકોએ પસંદ કર્યુ છે. અગાઉ પણ મોની પતલી કમરીયા ગીતમાં જોવા મળી હતી.

(10:07 am IST)